પ્રાર્થના

પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત ગુરુમહારાજ નાનપણથી જ ભગવાનની પ્રાર્થના પાઠપૂજાનો દૈનિક નિત્યક્રમ જાળવતા. એમના જીવનમાં ભગવાન શ્રીરંગ અવધૂત ગુરુમહારાજ મળ્યા પછી ગુરુ પ્રત્યેની સેવા, શ્રદ્ધા અને નિષ્ઠા એટલા બધા અડગ હતા કે ગુરુકૃપાની વર્ષા કુદરતી રીતે જ એમના ઉપર આશીર્વાદ રૂપે વહી જતી હતી.

એવા આપણા પૂજ્ય બાપુજી પોતાના ઘરે લીંચમાં, અવધૂત કુટીરે કે જ્યાં પણ પ્રવાસમાં જાય, મુકામ પર, અમેરીકા ગયા હોય કે ગાડીમાં હોય તો પણ ભગવાન શ્રીરંગ અવધૂત ગુરુમહારાજના હસ્તલિખિત ઉષઃ પ્રાર્થના અને સાયંપ્રાર્થના અવશ્ય કરતા.

૧૯૯૯થી કોઠિયાખાડ શ્રીપ્રેમકુટીર, પઢિયાર પરિવારે બાપુજી માટે બનાવી તેમાં મુકામ રાખ્યો અને પછી તો પ્રવાસ દરમ્યાન આવતા જતા મુકામ રાખવાનું શરુ થયું અને આખો પરિવાર બાપુજીને અનુકૂળ થઇ જતો અને ઘરના બધા સાથે મળીને પ્રાર્થના પણ કરવા બેસતા. આમ, ગામ - શહેર - પરદેશમાં પ્રાર્થના માટે પ્રચાર કરાવતા નહિ. એ આપોઆપ લોકોમાં પ્રવાહ લોહચુંબકની જેમ અવધૂતના દરબારમાં વહેતો રહેતો.

કોઠિયાખાડમાં પ્રાર્થના ચાલતી હતી ને સૌથી પહેલા એક દીકરી વર્ષા પઢિયાર ગામમાંથી આવીને બેઠી. આમ, એક પછી એક બધા દીકરા - દીકરીઓ આવતા થયા ને પછી સામૂહિક પ્રાર્થના શરુ થઇ.

આમ, ગ્રામીણ જીવનમાં ખેતીવાડી, મજૂરી પર જવાનું અને ઘરમાં રાખેલ ઢોરો (ગાય - ભેંસ) આ બધું તેઓને નાનપણથી કામ રહે તો પણ તેઓએ પ્રાર્થનામાં નિયમિતતા જાળવી છે. પ્રાર્થના બાદ બાપુજી બાળકોને કંઈને કંઈ સારો પૌષ્ટિક પ્રસાદ - ગરમ ગરમ નાસ્તો, જમણવાર કરાવતા અને અત્યારે પણ એ ચાલુ જ છે.

એ રીતે બાળકો નાના મોટા સર્વ, બાપુજીની નજીક આવતા ગયા અને પ્રાર્થનાના માર્ગે આત્મઉન્નતિના પથ ઉપર ચઢી ગયા

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના

પ્રાર્થના