પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજી

જન્મ તા.: ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૧ (ભાદરવા સુદ એકમ - રવિવાર)

જન્મ સ્થળ : લીંચ (જગુદણ), તાલુકો-જિલ્લો: મહેસાણા, ઉત્તર ગુજરાત, ભારત. પિન: ૩૮૪૪૩૫

બ્રહ્મલીન તા.: ૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ (મહા સુદ બારસ શનિવાર)

દેહવિલય સ્થળ: કોઠિયાખાડ, તાલુકો: બોરસદ, જિલ્લો: આણંદ, ગુજરાત. પિન: ૩૮૮૫૨૦

મૂળ નામ: શ્રીપ્રેમશંકર કૃપાશંકર રાવલ

હુલામણું નામ: બચુભાઈ

વધુ વાંચો
પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજી

શ્રી પ્રેમચાલીસા

ગાયક: વૈદેહી શુક્લ
લીરીક્સ અને કમ્પોઝિશન : પ્રો. શ્રી કુલિનભાઈ ઉપાધ્યાય

પરમ પૂજ્ય શ્રી પ્રેમ અવધૂતજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર થયેલ "શ્રી પ્રેમચાલીસા" નું ભક્તિમય સંગીત પ્રવાહ.

પ્રેમ સંદેશ

• પ્રેમથી .......... જીવો,
• પ્રેમમાં .......... જીવો,
• પ્રેમને .......... જીવો,
• પ્રેમ .......... આપો,
• પ્રેમ .......... મળશે.

કદાચ સાથથી પ્રેમ ન મળે, તો પણ
પ્રેમ આપવાથી સંતોષ તો મળશે જ.

પ્રેમ એ જ પરમેશ્વર.
ૐ "પ્રેમ"

અદભુત (નારેશર)

• પ્રતિદિન અદભુતની અનુભૂતિ એ તમારી સાધના પણ છે અને સાધ્ય પણ.
• આપણે તો અદભુતના આંગણે બાળક બનવાનું છે.
• અદભુતનો પ્રસાર હોય ત્યાં એની તો પ્રસાદ હોય અને તે આપોઆપ જ થાય.
• સ્થિરતાનો સન્માન થકી કરવામાં અદભુતની સેવા કરવી તપ બની જાય છે.
• હું અદભુત નથી, પણ અદભુતનું બનું.
• અદભુતનું તો આચરણ જ જરૂરી છે.
• અદભુત ના થવાય પણ અદભુતનું તો થવાય ને.

– શ્રીમદ અદભુત

સંદેશ

વારંવાર બદલાતી ઉપાસના
ફળદાયી નીવડતી નથી.

એક જ દેવની ઉપાસના
ફળ છે.

ૐ "પ્રેમ"

ગોઠડી - "જીવનકવન"

ગોઠડી કોને કહેવાય? બે મિત્રો સાથે ભેગા થાય ને વાતો કરે તેને ગોઠડી કહેવાય. એમાં મોટો નાનો નથી, બેય સરખા છે. એટલે આપણે બધા અહીં ગોઠડી કરવા ભેગા થયા છીએ. હું તમને ઉપદેશ આપું ને તમે મારાથી નીચા છો, અજ્ઞાન છો, એવું મારા હૃદયમાં કંઈ નથી. મારા ગુરુમહારાજ તમારા હૃદયમાં બિરાજમાન છે તે હું બરાબર સમજું છું. એમની લીલા ગાવા તમારી વચ્ચે આવીને બેઠો છું

વધુ જુવો