સાંસ્કૃતિક કાર્યક્રમ

પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત ગુરુમહારાજ નાનપણથી જ વિવિધ સંતોના જીવનચરિત્ર અને ધાર્મિક પુસ્તકોનું રસપૂર્વક વાંચન કરતા. સાથે સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેરને લીધે ભગવાનની વાર્તાઓ દ્વારા ઘડાયેલું જીવન હોવાથી તેઓનો આત્મા જ ઈશ્વરાભિમુખ હતો.

આજના આધુનિક યુગમાં જયારે સંયુક્ત કુટુંબની ભાવના દિવસે ને દિવસે ઘટતી જાય છે, માતા - પિતાને પણ બાળકો સાથે ઈશ્વરની વાતો કરવાનો ટાઈમ રહ્યો નથી, ધાર્મિકતા ઓછી થતી જાય છે, નોકરીનું પ્રમાણ અને લગાવ વધતો જાય છે, આચરણ વગરનું જ્ઞાન વધતું જાય છે, ધર્મગ્રંથો પ્રત્યેનો લગાવ અને વાંચન ઓછુ થતું જાય છે. આવા કપરા સમયમાં બાળકો, આપણા ધર્મગ્રંથોના બોધથી વંચિત ના રહી જાય એ માટે પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત મહારાજ ભારત, અમેરીકા અને કેનેડાના બાળકોને જ્ઞાન સાથે ગમ્મત દ્વારા, બાળકો સાથે રમતા, પોતાના અનુભવોની વાતો કરતા અને જીવનનું ઘડતર કેવી રીતે કરવું એ બાળકોને સમજાવતા. પોતાના ગુરુમહારાજ સાથેના હસ્તલિખિત પ્રસંગોમાંથી કોઈ પ્રસંગ લઈ બાળકોને સમજાવતા- એ દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થતું રહેતું.

એને લીધે જયારે પૂજ્ય બાપુજી પધારે ત્યારે બાળકો જ પોતાની સૂઝ પ્રમાણે નાટિકા તૈયાર કરી બાપુજીને બતાવતા, તો કોઈ વાર બાપુજી પણ આ નાટિકા કઈ રીતે ભજવવી એ સમજાવતા; સાથે સાથે પરિવારના મોટેરાંઓ પણ ઉત્સાહથી જોડાતા અને બાળકોમાં ઉત્સાહ ઉમેરતા.

બાળકો માટે પૂજ્ય બાપુજીએ ઉષઃપ્રાર્થના, સાયંપ્રાર્થના, દત્તપ્રણતિ, અવધૂતી આનંદના ભજનો , પાદુકાપૂજન, બાળકોના રંગદાદા વગેરે પુસ્તકો તૈયાર કરાવ્યા.

પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત મહારાજ ઘણી વખત એમના આશીર્વચનમાં કહેતા કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજવાતા ઓડિયો - વિઝયુઅલ (અવાજ અને વેશભૂષાની) અસર ઘણા વર્ષો સુધી બાળકોના માનસપટલ પર રહે છે અને બાળક એ બોધ યાદ રાખે છે. એ રીતે બાળકો, ધ્રુવ, પ્રહલાદ, સાંઈબાબા જેવા વિવિધ સંતો અને ગુરુમહારાજના જીવનચરિત્રના પાત્ર અભિનય દ્વારા ખુબ સુંદર બોધ પ્રાપ્ત કરે છે અને એમના જીવનનું ઘડતર અને સંસ્કારોનું સિંચન સરસ રીતે થઇ શકે છે.

આમ, સાંસ્કૃતિક કાર્યક્રમને સંસ્કાર સિંચનનું માધ્યમ બનાવી પૂજ્ય બાપુજીએ શ્રીરંગ પરિવારની ત્રીજી પેઢીને “રંગના” રંગે રંગી દીધી એમ ગર્વ સાથે કહી શકાય

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ